આરોગ્ય મંત્રાલયે શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓને એક જગ્યાએ એકઠા નહીં કરવા આપી સુચના
Live TV
-
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઈને શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં એક જગ્યાએ એકઠા નહીં કરવાની સુચના આપી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઈને શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં એક જગ્યાએ એકઠા નહીં કરવાની સુચના આપી છે. એવી જ રીતે શાળાનો કર્મચારી કે વિદ્યાર્થી કોરોનાથી અસરગ્રસ્ત દેશોની મુલાકાત લઈને આવ્યો હોય અથવા છેલ્લા 28 દિવસમાં કોરોનાથી પીડિત વ્યક્તિની સંપર્કમાં આવ્યો હોય તો તેને 14 દિવસ સુધી ઘરે રાખીને તબીબી નિરિક્ષણ હેઠળ રાખવાની સૂચના પણ આપી છે. વિદ્યાર્થીઓને તાવ, શ્વાસ લેવામાં તકલીફ અથવા કફની સમસ્યા હોય તો તે અંગે સતર્ક થવાની સુચના વર્ગ-શિક્ષકોને આપવામાં આવી છે.
