કેન્દ્ર સરકારે કોરોના વાયરસને અટકાવવા સાથે મળીને કામગીરી કરવાનો નિર્ણય લીધો
Live TV
-
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસનો સમગ્ર દેશમાં પ્રસાર થતો અટકાવવા કેન્દ્ર સરકારે બધી રાજ્યસરકારોની સાથે મળીને કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી.કે.મિશ્રાના અધ્યક્ષપદે આંતર મંત્રાલયની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસનો સમગ્ર દેશમાં પ્રસાર થતો અટકાવવા કેન્દ્ર સરકારે બધી રાજ્યસરકારોની સાથે મળીને કામગીરી કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી.કે.મિશ્રાના અધ્યક્ષપદે આંતર મંત્રાલયની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં છેક જિલ્લા સ્તરે પીડિત વ્યક્તિના આરોગ પરિક્ષણની સુવિધા, આઈસોલેશન વોર્ડ અને તબિબિ નિરિક્ષણની સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે.
ગૃહ, સંરક્ષણ, રેલવે અને શ્રમ મંત્રાલયોએ તેમની આરોગ્ય સુવિધાઓ અને હોસ્પિટલોના માધ્યમથી કોરોના વાયરસ સામેની લડતમાં આરોગ્ય મંત્રાલય દ્વારા હાથ ધરાતા પ્રયાસોને પુરક મદદ આપવાનો નિર્ણય લેવાયો છે. બધા જ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો અને બંદરો ઉપર આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય પણ લેવાયો છે. એવી જ રીતે વિદેશમાં પ્રવાસન હેતુથી ગયેલા અને સ્વદેશ પાછા ફરેલા લોકોને જરૂરી માહિતી દર્શાવતુ પત્રક ભરવાનો આદેશ અપાયો છે. ગૃહમંત્રાલયને તમામ રાજ્ય સરકારો અને જિલ્લા વહિવટીતંત્ર સાથે સંકલન સાધીને સંકલીત ચેકપોસ્ટો ખાતે સ્ક્રિનીંગની સુવિધા સુનિશ્ચિત કરવાની સુચના અપાઈ છે.
