નિર્ભયા કેસમાં કોર્ટ આજે નવું ડેથ વોરંટ જાહેર કરે તેવી શક્યતા
Live TV
-
નિર્ભયા કેસમાં ફરિયાદી પક્ષ દ્વારા કોર્ટમાં દોષિતોને નવા ડેથં વોરંટ જાહેર કરવા માટે અરજી કરવામાં આવી છે. જેને લઇને કોર્ટ આજે નવું ડેંથ વોરંટ જાહેર કરે તેવી શક્યતા છે.
નિર્ભયા કેસમાં ફરિયાદી પક્ષ દ્વારા કોર્ટમાં દોષિતોને નવા ડેંથ વોરંટ જાહેર કરવા માટે અરજી કરવામાં આવી છે. જેને લઇને કોર્ટ આજે નવું ડેથ વોરંટ જાહેર કરે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિએ નિર્ભયા દુષ્કર્મના આરોપી પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી છે. દોષિત પાસે ફાંસીની સજાથી બચવાનો આ છેલ્લો કાયદાકીય વિકલ્પ હતો. સુપ્રીમ કોર્ટમાં સોમવારે પવનની ક્યૂરેટિવ પિટીશન ફગાવાયાના તાત્કાલિક બાદ તેને રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. એ જ આધારે ટ્રાયલ કોર્ટે દોષિતોની ફાંસી ત્રીજી વખત ટાળી દીધી હતી. દોષિત પવને સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન કરીને ફાંસીને ઉંમરકેદમાં ફેરવવાની અપીલ કરી હતી. તેને ફગાવતા જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બેંચે કહ્યું હતું કે, સજા પર પુનર્વિચાર કરવાનો કોઈ સવાલ જ નથી પેદા થતો.
