રાષ્ટ્રપતિએ 61મા રાષ્ટ્રીય લલિતકલા એકેડમી પુરસ્કાર પ્રદાન કર્યાં
Live TV
-
આ પ્રસંગે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલ અને એકેડમીના અધ્યક્ષ ઉત્તમ પાચારણે પણ હાજર રહ્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવનમાં 15 કલાકારોને લલિતકલા એકેડમી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ કલાકારોમાં કેરળના અનુપ કુમાર ગોપી, પશ્ચિમ બંગાળના ડેવિડ મલાકાર, રાજસ્થાનના હરિરામ કુંભાવત, ગુજરાતના દેવેન્દ્ર કુમાર ખરે, મહારાષ્ટ્રના દિનેશ પાંડ્યા, કર્ણાટકના મોહન કુમાર અને દિલ્હીના યશવંત સિંહ પણ સામેલ છે.
