Skip to main content
Settings Settings for Dark

આરોગ્ય મંત્રીનું સંસદમાં નિવેદન, 4 માર્ચથી યુનિવર્સલ સ્ક્રિનિંગ ફરજિયાત

Live TV

X
  • કેન્દ્રિય આરોગ્ય મંત્રી ,ડોક્ટર હર્ષવર્ધને સંસદમાં કોરોના વાઇરસને લઈને દેશની હાલની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. રાજ્યસભામાં વિગતો આપતા ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં COVID-19ના 29 પુષ્ટિ થયેલા કેસો મળી આવ્યા છે. તેમાંથી ત્રણ સ્વસ્થ થતાં તેમને રજા આપી દેવામાં આવી છે. 

    4 માર્ચ 2020થી યુનિવર્સલ સ્ક્રીનીંગ ફરજિયાત કરવામાં આવ્યું છે અને ગઈ કાલે સાંજથી મોટાભાગના એરપોર્ટ પર તેની શરૂઆત થઈ છે. હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસને લઈને એક ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. 

    જે અનુસાર ઈટાલી અને દક્ષિણ કોરિયાથી આવતા તમામ મુસાફરો એ કોવિડ-19નો પ્રમાણીત લેબોરેટરીમાંથી ટેસ્ટ કરાવેલો નેગેટીવ રિપોર્ટ દર્શાવવો ફરજીયાત બનાવાયો છે. મુસાફરીને લગતા 19 કેસ COVID ઉપરાંત, સમૂહોને કારણે ચેપ વધવાની સ્થિતિમાં કેટલાંક કિસ્સા પણ જોવા મળ્યા હોવાથી જિલ્લા કલેક્ટરોને સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્યો ને જિલ્લા, તાલુકા અને ગામના સ્તરે ઝડપી પ્રતિસાદ ટીમો બનાવવાનું કહેવામાં આવ્યું છે. 

    ખાનગી ક્ષેત્ર પણ COVID 19 મેનેજમેન્ટ માટે ,રોકાયેલ રહેશે. હર્ષવર્ધને વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ,કુલ 3,542 નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 29 કોવિડ-19 માટે હજી સુધી સકારાત્મક હોવાનું જાણવા મળ્યું છે. 92 નમૂનાઓની ચકાસણી ચાલી રહી છે અને 23 નમૂનાઓની ફરીથી પુષ્ટિ કરવામાં આવી રહી છે.

    બીજી તરફ રાજ્ય સભમાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કોરોના વાયરસને લઈને સરકારને સુચન કરતાં જણાવ્યું હતું કે, દરેક જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારીનાં કાર્યાલયમાં એક કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવે જે આરોગ્ય મંત્રાલયના સંપર્ક મા રહે. આ તરફ મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષમાંથી ચૂંટાયેલા મહિલા સાંસદનવનીત રવિ રાણા પણમાસ્ક પહેરીને સંસદ ભવન પહોંચ્યાં હતાં અને માસ્ક પહેરીને જ તેમણે ગૃહમાં પ્રશ્નો પુછ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply