નિર્ભયા દુષ્કર્મ કેસઃ આખરે ચારેય આરોપીઓને અપાશે 20 માર્ચે ફાંસી
Live TV
-
દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા સામુહિક દુષ્કર્મ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે તમામ દોષિઓની નવી ફાંસની તારીખ જાહેર કરી છે. કોર્ટે ચારેય દોષિઓનું 20 માર્ચના રોજ સવારે 05:30 કલાકે નવું ડેથ વોરંટ જાહેર કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ચોથી માર્ચે રાષ્ટ્રપતિએ નિર્ભયા દુષ્કર્મના આરોપી પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી હતી. દોષિત પાસે ફાંસીની સજાથી બચવાનો આ છેલ્લો કાયદાકીય વિકલ્પ હતો.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે પવનની ક્યૂરેટિવ પિટીશન ફગાવાયાના તાત્કાલિક બાદ તેને રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. એ જ આધારે, ટ્રાયલ કોર્ટે દોષિતોની ફાંસી ત્રીજી વખત ટાળી દીધી હતી.
દોષિત પવને સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન કરીને ફાંસીને ઉંમર કેદમાં ફેરવવાની અપીલ કરી હતી. તેને ફગાવતા જસ્ટિસ N.V. રમનાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે કહ્યું હતું કે, સજા પર પુનર્વિચાર કરવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી.
