દિલ્હીના મુખ્યમંત્રીએ કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઈને એક કાર્યદળની રચના કરી
Live TV
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વાયરસ ખતરાને ધ્યાનમાં લઈને એક કાર્યદળની રચના કરી છે. તેમણે જણાવ્યું છે કે, દિલ્હીમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત વ્યક્તિ અને ઈટાલીના 16 પ્રવાસીઓ સાથે સંપર્કમાં આવેલા દિલ્હીના નાગરિકોનું સ્ક્રિનીંગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

શ્રી કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં કોરોનાના નોંધાયેલા 29 કેસ પૈકી દિલ્હીની એક વ્યક્તિનો ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે, જેમાં દિલ્હીમાં બે હોસ્ટેલમાં રહેલા અન્ય માર્ગ પરથી પ્રવાસ કરેલા ઈટાલીના 16 સહેલાણીઓનો સમાવેશ થાય છે.
સત્તાવાળાઓએ મોટી સંખ્યામાં એકઠા થવાની પરિસ્થિતિ ટાળવા આપેલી સૂચના મુજબ ઘણા સંગઠનો અને શાળાઓએ ઈવેન્ટ રદ કરી છે. 19 સરકારી અને છ ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ શરૂ કરાયા છે.