આર્થિક રીતે નબળા વર્ગને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત અંગે ઐતિહાસિક વિધેયક લોકસભામાં પસાર
Live TV
-
વિધેયકના પક્ષમાં 323 વોટ પડ્યા હતા. જ્યારે વિપક્ષમાં ફક્ત 3વોટ પડ્યા હતા. લોકસભામાં કુલ 16 વિધેયક પાસ થયા હતા.
સામાન્ય શ્રેણીના આર્થિક રૂપથી નબળા વર્ગોને , સરકારી નોકરીઓમાં સીધી ભરતી , અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપવા માટે , 10 ટકા અનામત અંગે ઐતિહાસિક બીલ , લોકસભામાં પસાર થયું છે. વિધેયકના પક્ષમાં 323 વોટ પડ્યા હતા. જ્યારે વિપક્ષમાં ફક્ત 3વોટ પડ્યા હતા. લોકસભામાં કુલ 16 વિધેયક પાસ થયા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે , સદનમાં આને સંબંધિત 124મું સંવિધાન સંશોધન બિલ , રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારે કહ્યું હતું , કે પહેલાંના આરક્ષણમાં , કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વિના , અલગથી જ 10 ટકા ક્વોટા ફાળવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું , કે આ પહેલાંની સરકારોએ પણ પ્રયાસ કર્યો હતો , પણ તેને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું ન હતું. તેમણે જણાવ્યું હતું કે, આ માટે રાજ્યોની મંજૂરીની જરૂર નથી. તો એનઆરસી બિલ , એટલે કે નાગરિક સંશોધન બિલ પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું , કે આ બિલ માત્ર આસામ માટે જ નહીં , પરંતુ દેશના ગુજરાત, રાજસ્થાન , અને દિલ્હી જેવા રાજ્યોમાં રહેતા લઘુમતિ પ્રવાસીઓ માટે પણ , મહત્વનું છે. એનઆરસીને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું. તો રાજ્યસભામાં બીજા દિવસે પણ , ઉત્તરપ્રદેશમાં કથિત ખનન ગોટાળાના મુદ્દે , સીબીઆઇ દ્વારા કરવામાં આવેલા દરોડા પર વિપક્ષ દ્વારા હોબાળો યથાવત રહ્યો હતો. ભારતીય આર્યુવિજ્ઞાન પરિષદ સંશોધન વિધેયક 2018ને , રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
