Skip to main content
Settings Settings for Dark

નોર્વેના પ્રધાનમંત્રી ઈર્ના સોલબર્ગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી

Live TV

X
  • આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે , ભારત અને નોર્વેના હિતને લઈને, અનેક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ પહેલાં ભારત અને નોર્વે વચ્ચે , પ્રતિનિધિ મંડળની વાર્તા પણ થઈ હતી.

    ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલાં નોર્વેના પ્રધાનમંત્રી , ઈર્ના સોલબર્ગે , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે , ભારત અને નોર્વેના હિતને લઈને, અનેક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ પહેલાં ભારત અને નોર્વે વચ્ચે , પ્રતિનિધિ મંડળની વાર્તા પણ થઈ હતી. બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણમાં વધારો કરવા માટે , બ્લુ ઈકોનોમી, સમુદ્રી અને તટીય અર્થ સંસાધન,, જળ વાયુ પરિવર્તન, સતત વિકાસ લક્ષ , અને અક્ષય ઉર્જાના મુદ્દે વાતચીત થઈ હતી. આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરતા , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું , કે નોર્વેને સમુદ્રી અર્થ વ્યવસ્થામાં , મહારથ પ્રાપ્ત છે. બંને દેશ આ ક્ષેત્રમાં સહયોગ માટે , આગળ વધી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું , કે બંને દેશના સંબંધોમાં વેપાર અને રોકાણનું મહત્વનું યોગદાન છે. આ કાર્યક્રમ પહેલાં નોર્વેનાં પ્રધાનમંત્રીનું , રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , અને તેમના મંત્રીમંડળના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. નોર્વેનાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું , કે તેમની આ મુલાકાતથી , બંને દેશ વચ્ચે સંબંધો વધારે મજબુત થશે. સમુદ્રી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનું જણાવતા તેમણે જણાવ્યું હતું કે, સમુદ્રી સંશાધનોનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.સમુદ્ર સાર્વજનિક લાભ માટે છે અને તે દેશોને જોડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply