પ્રધાનમંત્રી આગ્રામાં ગંગા જલ પરિયોજના સહિત અન્ય વિભિન્ન યોજનાઓની શરૂઆત કરશે
Live TV
-
પીએમ આગ્રા સ્માર્ટ સિટી માટે નિયંત્રીત કેન્દ્ર અને મેડિકલ કોલેજની આધાર શીલા રાખશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આગ્રાની પણ મુલાકાત કરશે. પીએમ મોદી ગંગા જળ પરિયોજના , અને અન્ય વિભિન્ન વિકાસ પરિયોજનાની શરુઆત કરશે. પીએમ આગ્રા સ્માર્ટી સિટી માટે , એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્ર, એસએન મેડિકલ કોલેજની આધાર શીલા રાખશે. આગ્રાના લોકો ગંગાના પાણીને લઈને , ઘણા સમયથી માંગણી કરી રહ્યા છે, જે હવે પૂરી થવા જઈ રહી છે. આ પરિયોજનાનો કુલ ખર્ચ , 1,077 કરોડ રુપિયા છે. પાણીની સમસ્યાના દીર્ઘકાલિન નીકાલ માટે , આ પરિયોજના શરુ કરવામાં આવી છે. અપર ગંગા કેનાલના પલરા હેડ વર્ક્સથી , 150 ક્યુસેક કાચું પાણી , આગ્રા શહેરમાં લાવવામાં આવશે. જેમાં 140 ક્યુસેક આગ્રા અને 10 ક્યુસેક મથુરા માટે રહેશે. જે અંતર્ગત બુલંદ શહેરથી આગ્રા સુધી લગભગ 140 કિલોમીટર લાંબી પાઇપ લાઈનથી , ગંગાનું પાણી આગ્રા લાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી આગ્રાના કોઠી મીના બજારમાં , એક વિશાળ જન સભાને પણ સંબોધન કરશે. પ્રધાનમંત્રીની આગ્રાની બીજી યાત્રા છે. 20 નવેમ્બર 2016માં , પીએમ એ આગ્રા પ્રવાસ દરમિયાન , પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લોન્ચ કરી હતી. આ યોજના પ્રમાણે , અત્યાર સુધી 65 લાખ મકાનો બનાવવામાં આવ્યા છે.
