Skip to main content
Settings Settings for Dark

આલોક વર્માને રજા પર ઉતારી દેવાના નિર્ણયને કોર્ટે ફગાવ્યો

Live TV

X
  • કોર્ટે આલોક વર્માને કેટલીક શરતો સાથે CBIના નિદેશક તરીકે પુનઃસ્થાપિત કર્યા છે. જો કે આલોક વર્મા કોઈ મહત્વના નિર્ણયો લઈ શકશે નહી.

    સુપ્રીમ કોર્ટે CBI નિદેશક આલોક વર્માને તેમની સત્તાથી વંચિત રાખીને રજા પર ઉતારી દેવાના સરકારના નિર્ણયને ફગાવી દીધો છે. કોર્ટે આલોક વર્માને કેટલીક શરતો સાથે CBIના નિદેશક તરીકે પુનઃસ્થાપિત કર્યા છે. જો કે આલોક વર્મા કોઈ મહત્વના નિર્ણયો લઈ શકશે નહી. ઉચ્ચ સ્તરિય સમિતિની બેઠક મળે નહીં , ત્યાં સુધી કોઈ નીતિગત નિર્ણયો , લઈ શકશે નહીં. ઉલ્લેખનીય છે , કે CBIમાં આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે , વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે CVCએ , આલોક વર્માને રજાઓ પર મોકલી દીધા હતા. CVCના આ નિર્ણય સામે , આલોક વર્મા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા , અને કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. જોકે આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રજા પર હોવાના કારણે , જસ્ટિસ કે.એન.જોસેફ , અને જસ્ટિસ એસ.કે.કૌલની બેંચે , આ વચગાળાનો ચુકાદો સંભળાવ્યો છે. દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીએ , ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું , કે અમે આ ચુકાદાને સ્વીકારીએ છીએ. જો કે અમે આ ચુકાદાનો વિસ્તાર પૂર્વક અભ્યાસ કરીને , નિર્ણય લઈશું. સીવીસીની ભલામણના આધારે જ , બન્ને અધિકારીઓને રજા પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું , કે આ બાબતે સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવવો , યોગ્ય નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply