Skip to main content
Settings Settings for Dark

સામાન્ય શ્રેણીના આર્થિક રૂપથી નબળા વર્ગોને 10 ટકા અમાનત બિલ રાજયસભામાં કરાયું રજૂ

Live TV

X
  • કેન્દ્ર સરકારે કહ્યું હતું , કે પહેલાંના આરક્ષણમાં , કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વિના , અલગથી જ 10 ટકા ક્વોટા ફાળવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું , કે આ પહેલાંની સરકારોએ પણ પ્રયાસ કર્યો હતો ,

    સામાન્ય શ્રેણીના આર્થિક રૂપથી નબળા વર્ગોને , સરકારી નોકરીઓમાં સીધી ભરતી , અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપવા માટે , 10 ટકા અનામત અંગે ઐતિહાસિક બીલ , લોકસભામાં પસાર થયું છે , અને આજે રાજ્યસભામાં રજુ કરાયું. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતે , સદનમાં આને સંબંધિત 124મું સંવિધાન સંશોધન બિલ , રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારે કહ્યું હતું , કે પહેલાંના આરક્ષણમાં , કોઈપણ પ્રકારની છેડછાડ કર્યા વિના , અલગથી જ 10 ટકા ક્વોટા ફાળવવામાં આવશે. આ અંગે કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું , કે આ પહેલાંની સરકારોએ પણ પ્રયાસ કર્યો હતો , પણ તેને યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું ન હતું. તેમણે જણાવ્યું હતું કે, આ માટે રાજ્યોની મંજૂરીની જરૂર નથી. તો એનઆરસી બિલ , એટલે કે નાગરિક સંશોધન બિલ પણ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું , કે આ બિલ માત્ર આસામ માટે જ નહીં , પરંતુ દેશના ગુજરાત, રાજસ્થાન , અને દિલ્હી જેવા રાજ્યોમાં રહેતા લઘુમતિ પ્રવાસીઓ માટે પણ , મહત્વનું છે. એનઆરસીને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ હોવાનું પણ. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું. તો રાજ્યસભામાં બીજા દિવસે પણ , ઉત્તરપ્રદેશમાં કથિત ખનન ગોટાળાના મુદ્દે , સીબીઆઇ દ્વારા કરવામાં આવેલા દરોડા પર વિપક્ષ દ્વારા હોબાળો યથાવત રહ્યો હતો. ભારતીય આર્યુવિજ્ઞાન પરિષદ સંશોધન વિધેયક 2018ને , રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ , વિધેયકને સદનમાં મુક્યું હતું. પરંતુ આ દરમિયાન સપા, બસપા , અને વિપક્ષનો હોબાળો યથાવત રહ્યો હતો. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી , આખા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply