આલોક વર્માને ફાયર સર્વિસિસ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના મહાનિદેશક બનાવાયા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સીબીઆઈ નિદેશક આલોક વર્મા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.
આલોક વર્માની સીબીઆઈ ડિરેક્ટર પદેથી બદલી કરવામાં આવી છે. આલોક વર્માને ફાયર સર્વિસિસ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના મહાનિદેશક બનાવાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સીબીઆઈ નિદેશક આલોક વર્મા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. સમિતિના અન્ય સભ્યોમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને જસ્ટીસ એ. કે. સીકરી સામેલ હતા. જસ્ટીસ સીકરી દેશના ચીફ જસ્ટીસ રંજન ગોગઈ તરફથી ઉપસ્થિત રહ્યાં હતાં. આ મહત્વની બેઠક બે કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. નવા ડાયરેક્ટરની નિયુક્તિ થવા સુધી અથવા આગામી આદેશ ન થાય ત્યાં સુધી સીબીઆઈના ઉપનિદેશક એન. નાગેશ્વર રાવ નિદેશકનું કાર્ય સંભાળશે.
