રાહુલ ગાંધીને રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા અપાઇ નોટિસ
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષામંત્રી નિર્મલા સિતારમણ પર કરેલી કથિત અપમાનજનક ટિપ્પણી પર રાષ્ટ્રીય મહિલા પંચનું કડક વલણ સામે આવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષામંત્રી નિર્મલા સિતારમણ પર કરેલી કથિત અપમાનજનક ટિપ્પણી પર રાષ્ટ્રીય મહિલા પંચનું કડક વલણ સામે આવ્યું છે. રાષ્ટ્રીય મહિલા પંચે આ મામલે રાહુલ ગાંધીને નોટિસ આપી છે. બીજી તરફ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે રાહુલ ગાંધીના નિવેદનને રાજનીતિમાં નિમ્ન સ્તરનું ગણાવ્યું હતું. સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું હતું કે રક્ષામંત્રી નિર્મલા સીતારમણના રક્ષા મંત્રાલયના સંબંધિત વિષય પર એક ચર્ચાના જવાબમાં રાહુલ ગાંધીની ટિપ્પણી ભારતીય રાજનીતિના ઇતિહાસમાં નિમ્ન બિંદુ છે. આ પહેલા પ્રધાનમંત્રીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદનની ટિકા કરી હતી
