વસ્તુ અને સેવાકર- GST પરિષદની નવી દિલ્હીમાં 32મી બેઠક શરૂ
Live TV
-
બેઠકમાં બે મંત્રી સમૂહોની ભલામણો તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
વસ્તુ અને સેવાકર- GST પરિષદની નવી દિલ્હીમાં 32મી બેઠક શરૂ. બેઠકમાં બે મંત્રી સમૂહોની ભલામણો તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શિવ પ્રતાપ શુકલાની અધ્યક્ષતા હેઠળના મંત્રી સમૂહે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્ર માટે રાહતની સીમા પર ભલામણો કરી છે. અત્યાર સુધી 20 લાખ રૂપિયા સુધીના વાર્ષિક કારોબાર કરનાર વેપારીઓને GSTમાંથી રાહત મળી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની આગેવાની હેઠળની બીજા મંત્રી સમૂહે કેરળ સરકાર દ્વારા રાજ્યમાં પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં પુનઃવાસ કાર્યો માટે 1 ટકા આપત્તિ શુલ્ક લગાવવાની મંજૂરી આપી છે. આ નિર્ણય કેરળ સરકાર કરશે કે કઇ વસ્તુઓ અને સેવાઓ પર આપત્તિ શુલ્ક લગાવવામાં આવશે.
