આવતીકાલથી મળશે લોકસભાનું પ્રથમ સત્ર, તમામ સભ્યો ગ્રહણ કરશે શપથ
Live TV
-
દિલ્હીમાં 18મી લોકસભાનું પહેલું સત્ર સોમવારે મળશે. લોકસભા ચૂંટણી બાદ આ પહેલું સત્ર મળવા જઈ રહુયુ છે, જેમાં તમામ સભ્યોને શપથ લેવડાવાશે તેમજ અધ્યક્ષની પણ પસંદગી કરાશે.
દેશભરમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ અને લોકોએ તેના સાંસદોને ચૂંટી લીધા છે ત્યારે હવે દિલ્હીમાં સોમવારે 24 જૂનના રોજ 18મી લોકસભાનું પહેલું સત્ર મળશે. પ્રથમ દિવસે તમામ સાંસદો શપથ લેશે તેમજ લોકસભા અધ્યક્ષની પણ પસંદગી કરશે. બુધવારે રાષ્ટ્રપતિનું વક્તવ્ય યોજાશે જેના પર બાદમાં ગૃહમાં ચર્ચા થશે. પ્રથમ દિવસે ગૃહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમનું વક્તવ્ય આપશે. પહેલું સત્ર 24 જૂનના રોજ શરુ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. તેના થોડા સમય બાદ બજેટ સત્રનું આયોજન કરાશે.
સોમવારે શરુ થનારા સત્ર સંદર્ભમાં પરંપરા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્રના પ્રારંભ પહેલા સવારે 10 વાગ્યે મિડીયાને સંબોધન કરશે. આ દરમિયાન પ્રોટેમ સ્પીકરને રાષ્ટ્રપતિ શપથ પણ લેવડાવશે. પ્રોટેમ સ્પીકરની આગેવાનીમાં 11 વાગ્યે ગૃહની બેઠક મળશે. સૌથી પહેલા પ્રધાનમંત્રી તેમજ શાસક પક્ષના નેતા નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરશે. બાદમાં પ્રોટેમ સ્પીકરને મદદરુપ થવા માટે બનાવાયેલી પેનલા સભ્યો અને ત્યારબાદ મંત્રીઓને ગૃહના સભ્ય તરીકેના શપથ ગ્રહણ કરાવાશે. બાદમાં અન્ય સભ્યોને શપથ લેવડાવાશે.
સત્રના બીજા દિવસે એટલે કે મંગળવારે લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. તે જ દિવસે રાષ્ટ્રપતિનું વક્તવ્ય યોજાશે અને તેના પર ગૃહમાં ચર્ચા યોજાશે. રાષ્ટ્રપતિના વક્તવ્ય પરની ચર્ચામાં પ્રધાનમંત્રી તેમનો જવાબ રજૂ કરશે. પ્રથમ સત્ર પૂર્ણ થયાના થોડા દિવસો બાદ બજેટ સત્રનુ આયોજન કરવામાં આવશે જેમાં નાણામંત્રી વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કરશે.
