ભારતીય વાયુસેના "તરંગ શક્તિ"નું જોધપુરમાં આયોજન કરશે, 12 દેશોના ફાઈટર પ્લેન પણ ભાગ લેશે
Live TV
-
ભારતીય વાયુસેના ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જોધપુરમાં પ્રથમ વખત બહુપક્ષીય હવાઈ ક્વાયતનું આયોજન કરવા જઈ રહી છે. "તરંગ શક્તિ" નામથી આયોજિત થનારી આ ક્વાયતમાં વિશ્વના અલગ અલગ 12 દેશોના ફાઈટર પ્લેન પણ ભાગ લેશે.
ભારતીય વાયુસેનાના ઉપક્રમે બે તબક્કામાં ક્વાયત યોજાશે. દક્ષિણ ભારતના એરબેઝથી આ ક્વાયત શરુ થશે. બાદમાં જોધપુરમાં મધ્ય ઓગસ્ટથી સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી યોજાશે. ક્વાયતમાં સ્પેન, યુએઈ, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા ઉપરાંત યુરોપની ત્રણ સૌથી મોટી વાયુ સેના ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના ફાઈટર જેટ્સ પણ આ ક્વાયતમાં જોડાશે.
આ ક્વાયત અમેરિકાની રેડ ફ્લેગ વોર ગેમના સ્તરની હશે, જેમાં નાટો દેશો ભાગ લે છે. અગાઉ જૂન-2023માં રેડ ફ્લેગ વોર ગેમનું આયોજન થયુ હતુ જેમાં ભારતે પણ ભાગ લીધો હતો. ભારતે રાફેલ લડાકુ વિમાન સાથે તેમાં ભાગ લીધો હતો. રશિયા આ બહુપક્ષીય યુદ્ધ અભ્યાસમાં ભાગ નહી લે.
