Skip to main content
Settings Settings for Dark

NEET પેપર લીક મામલો: CBIને સોંપાઈ તપાસ, NTAના ચીફને પદ પરથી હટાવાયા

Live TV

X
  • NEET પેપરલીક મામલે સરકાર હવે આકરાં પાણીએ છે. જવાબદારો સામે પગલાં લેવાની સાથે સાથે સરકારે આ સમગ્ર મામલાની તપાસ હવે સીબીઆઈને સોંપી દીધી છે. સાથે જ NTAના ચીફને તેમના હોદ્દા પરથી હટાવી દેવામાં આવ્યા છે. 

    NEET પેપરલીક મામલે દેશભરમાં હોબાળો મચ્યો છે ત્યારે બીજી બાજુ સરકારે આજે 23 જૂનના રોજ આયોજીત થનારી NEETની પરીક્ષા પણ રદ કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. બીજી બાજુ સરકારે આ સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોંપવાની જાહેરાત કરી છે. હવે NEET પેપરલીક મામલે સીબીઆઈ તમામ ગેરરિતીઓ અંગે તપાસ કરશે. સરકારે સ્પષ્ટ જણાવ્યુ છે કે આ મામલામાં જવાબદાર કોઈને પણ છોડવામાં નહી આવે. જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. 

    NEET પેપર લીક મામલે આ તમામ વિવાદો વચ્ચે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ના ચીફ સુબોધકુમાર સિંહને તેમના હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે. સુબોધકુમાર સિંહને કર્મચારી અને તાલીમ વિભાગમાં ફરજિયાત વેઈટીંગમાં મુકવામાં આવ્યા છે. હાલ NTAના ડાયરેક્ટર જનરલન તરીકે ઈન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશનના ચેરમેન પ્રદિપસિંહ ખારોલાને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply