Skip to main content
Settings Settings for Dark

આવતીકાલથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની થશે શરૂઆત

Live TV

X
  • રાજ્યમાં આવતીકાલથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની થશે શરૂઆત થશે. 18મી જાન્યુઆરીથી 17મી ફેબ્રુઆરી દરમિયાન ટ્રાફિકના નિયમો તથા માર્ગ અકસ્માત નીવારવાના પગલાં અંગે વિવિધ કાર્યક્રમો વડે લોકજાગૃતિ કેળવાશે.
    18મી જાન્યુઆરીએ માર્ગ સલામતી, સ્વચ્છતા, કોરોના વોરીયરનું સન્માન, બ્લેક સ્પોટ વેરીફીકેશન જેવા કાર્યક્રમો હાથ ધરાશે. 20થી 25મી જાન્યુઆરી દરમિયાન રેલી, મેરેથોન દોડ, તથા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી જાગૃતિ ઝુંબેશ જેવા કાર્યક્રમો હાથ ધરાશે. 27 જાન્યુઆરીથી બીજી ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ દ્વારા પરિસંવાદો, ડ્રાયવરોની તબીબી તપાસ, આંખની તપાસ જેવા કાર્યક્રમો હાથ ધરશે.11 અને 12 ફેબ્રુઆરીએ દિવ્યાંગો માટે પરિસંવાદ, 13 તથા 14મી ફેબ્રુઆરીએ મોટરવાહન વીમો તથા માર્ગ સલામતીને લગતા કાર્યક્રમો યોજાશે. આ બધા જ કાર્યક્રમોમાં RTO પોલીસ આરોગ્ય વિભાગ, વીમા કંપનીઓ તથા NGO જોડાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply