રાજ્યના 161 બૂથ પર શરૂ થયેલ રસીકરણ અભિયાનનો આજે બીજો દિવસ
Live TV
-
રાજ્યના 161 બૂથ પર શરૂ થયેલ રસીકરણ અભિયાનનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે 11,800 કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી હતી. તમામ સેન્ટરો પર અંદાજિત 80થી 100 ટકા જેટલું કવરેજ પ્રાપ્ત થયું અને ગુજરાતમાં રસીકરણ સંદર્ભે એક પણ વ્યક્તિને આડઅસર જોવા નથી મળી. સામુહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા નાના સેન્ટરો પર પણ તબીબો સહિત પેરામેડિકલ સ્ટાફ, સફાઇ કર્મચારીઓને પણ રસીકરણ કરવામાં આવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ હતુ કે, આ રસીકરણ કાર્યક્રમમાં અમદાવાદના ખાનગી પીડીયાસ્ટ્રીશિયન ડો. નિખિલ ભટ્ટ, રૂમેટોલોજીસ્ટ ડો. સપન પંડ્યા, એપોલો હોસ્પિટલ ગાંધીનગરના ઇન્ટેન્સીવિસ્ટ ડો. મહર્ષિ દેસાઇ સહિતના મહાનુભવોએ રસી મુકાવી હતી. રાજ્યભરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા મથકોએ મંત્રી મંડળના સભ્યો અને મહાનુભવોએ ઉપસ્થિત રહીને પ્રોત્સાહિત કર્યા હતા.
