Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે પ્રધાનમંત્રી પ્રથમ વખત વર્ચ્યુલ"પરીક્ષા પે ચર્ચા"ના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે

Live TV

X
  • આવતીકાલે પ્રધાનમંત્રી પ્રથમ વખત વર્ચ્યુલ "પરીક્ષા પે ચર્ચા"ના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે."પરીક્ષા પે ચર્ચા" કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંકે જાહેરાત કરી હતી કે, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પ્રધાનમંત્રીના સંવાદનો કાર્યક્રમની ચોથું એડિશન યોજાશે. આગામી 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ માટેની નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. આ કાર્યક્રમના સહભાગીઓની પસંદગી ઓનલાઇન સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જે MYGOV પ્લેટફોર્મ પર આયોજિત કરવામાં આવી હતી. 'પરીક્ષા પે ચર્ચા' હેઠળ દર વર્ષે પ્રધાનમંત્રી પરીક્ષાના તનાવ સંબંધિત પ્રશ્નો અને વિદ્યાર્થીઓના સંબંધિત પ્રશ્નોના આકર્ષક શૈલીમાં જવાબ આપે છે. ધોરણ  9 થી 12ના સ્કૂલના વિદ્યાર્થીઓના પ્રશ્નોને MYGOV પ્લેટફોર્મ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે અને પસંદ કરેલા પ્રશ્નો પ્રોગ્રામમાં દર્શાવવામાં આવશે. દેશભરમાંથી આશરે 2 હજાર સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની પસંદગી સર્જનાત્મક લેખન સ્પર્ધા દ્વારા થવાની છે. સ્પર્ધામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે જુદા જુદા વિષયો સોંપવામાં આવ્યા છે. પસંદ કરેલા સહભાગીઓ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશથી ઓનલાઇન કાર્યક્રમમાં ભાગ લેશે. સીબીએસઇ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થવાની છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply