Skip to main content
Settings Settings for Dark

દેશમાં વધી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની 50 ઉચ્ચ સ્તરીય ટીમોને ત્રણ રાજ્યોમાં કરાઇ રવાના

Live TV

X
  • દેશમાં વધી રહેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની 50 ઉચ્ચ સ્તરીય ટીમોને ત્રણ રાજ્યોમાં આજે રવાના કરી છે. આ ટીમો મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં જઈ રહી છે. જ્યાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેના કારણે પરિસ્થિતી વણસી રહી છે. મહારાષ્ટ્ર માટે 30 ટીમો, છત્તીસગઢ માટે 11 અને પંજાબ માટે 9 ટીમોને રવાના કરવામાં આવી છે. આ તમામ ટીમોમાં એક સંક્રમક રોગ વિશેષજ્ઞ અને પબ્લિક હેલ્થ એક્સપર્ટનો સમાવેશ કરાયો છે. આ ટીમો રાજયમાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરશે. જેમાં ટેસ્ટિંગ, સર્વેલન્સ, કન્ટેન્ટમેંટ ઝોનની વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે. આ સાથે રાજ્યોમાં કોરોના સંબંધી નિયમોના પાલન અને હોસ્પિટલમાં ઉપલબ્ધ વ્યવસ્થાઓ ઉપર આ ટીમો દેખરેખ રાખશે. કોરોનાને અટકાવવા માટે સરકાર તરફથી દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજશે. લોકોને જાગૃત કરવા માટે આજથી દેશભરમાં જનઆંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની સ્થિતિની ચર્ચા કરવા માટે કેન્દ્રિય આરોગ્ય મંત્રી પણ આજે સાંજે દેશના ૧૧ રાજયોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. આ ૧૧ રાજ્યો એવા છે કે જ્યાંથી સૌથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. કોવિડ નિયંત્રણ માટે આજથી દેશભરમાં જનજાગૃતિ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ જનજાગૃતિ અભિયાન આગામી તા. ૧૪ એપ્રિલ સુધી ચાલશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply