Skip to main content
Settings Settings for Dark

ભાજપના 41માં સ્થાપના દિવસે કાર્યકરોને વીડિયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રીએ કર્યું સંબોધન

Live TV

X
  • 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાન વચ્ચે ભાજપ પોતાનો 41મો સ્થાપના દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. મોદીએ બંગાળ અને કેરળના ચૂંટણી રાજ્યોમાં પાર્ટીના કાર્યકરો પરના હુમલાનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે વિરોધીઓ સામાન્ય જનતાને ભડકાવીને દેશનું નુકસાન કરી રહ્યા છે.પ્રધામંત્રીએ કહ્યું કે કોઈ પણ જિલ્લો એવો નહીં હોય કે જ્યાં કાર્યકર્તાની બે-ત્રણ પેઢીઓ તેમાં હોમાઈ ગઈ નહીં હોય. પાર્ટી આવા દરેક કાર્યકરને નમન કરે છે અને અટલ જી, શ્યામાપ્રસાદ મુખર્જી, આદરણીય અડવાણીજી, આદરણીય મુરલી મનોહર જોશી જેવા નેતાઓ દ્વારા માર્ગદર્શન મળતું રહ્યું છે. હું તેમણે નમન કરું છું.વ્યક્તિ કરતા મોટી પાર્ટી અને પાર્ટી કરતા મોટો દેશ, તે ભાજપની પરંપરા રહી છે. શ્યામાપ્રસાદજીના સપનાની તાકાત હતી જે આપણે કલમ 370 ને દૂર કરીને કાશ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા. અટલજી એ એક મતે સરકાર પડવાના નિર્ણયને સ્વીકાર્યો હતો. આપણી પાસે રાજકીય સ્વાર્થ માટે પાર્ટીઓ તૂટી જવાની ઘણી ઘટનાઓ છે, પરંતુ દેશ માટે પાર્ટીઓનું જોડાણ જનસંઘે કરી બતાવ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply