દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ
Live TV
-
વધતાં કોરોનાના કહેરને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન દિલ્હીમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. આ સાથે જ લોકોની અવાર-જવર પર પણ પ્રતિબંધ રહેશે. દિલ્હી સરકારનો આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થશે. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ સાથે જોડાયેલ લોકોને રાહત આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને પોઝિટિવિટી રેટ પણ 5.5% ઉપર પહોંચી ગયો છે, જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
