Skip to main content
Settings Settings for Dark

ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન

Live TV

X
  • ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. તામિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં એક સાથે તમામ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યમાં મતદારો મતદાન મથકો પર ઉમટ્યા છે.

    ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. તામિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં એક સાથે તમામ બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યમાં મતદારો મતદાન મથકો પર ઉમટ્યા છે. 

    તામિલનાડુમાં 37 જિલ્લાની કુલ 234 બેઠકો માટે એક સાથે મતદાન થઈ રહ્યું છે. આ તમામ બેઠકો માટે વિવિધ પક્ષ અને અપક્ષ મળીને કુલ 3 હજાર 998 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 411 મહિલા ઉમેદવાર અને થર્ડ જેંડરના બે ઉમેદવાર છે. 

    કેરલમાં 14 જિલ્લાની તમામ 140 બેઠકો ઉપર કુલ 957 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. પુડુચેરીમાં પણ 30 વિધાનસભા બેઠકો ઉપર 324 ઉમેદવાર મેદાનમાં છે. 

    આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો માટે અને પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કામાં ત્રણ જિલ્લાની 21  બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. 

    કોવિડની મહામારીને લઈને તમામ રાજ્યોમાં મતદાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply