પ્રધાનમંત્રી 8 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજશે
Live TV
-
કોરોનાને અટકાવવા માટે સરકાર તરફથી દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલના રોજ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજશે. લોકોને જાગૃત કરવા માટે આજથી દેશભરમાં જનઆંદોલન શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની સ્થિતિની ચર્ચા કરવા માટે કેન્દ્રિય આરોગ્ય મંત્રી પણ આજે સાંજે દેશના ૧૧ રાજયોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. આ ૧૧ રાજ્યો એવા છે કે જ્યાંથી સૌથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. કોવિડ નિયંત્રણ માટે આજથી દેશભરમાં જનજાગૃતિ અભિયાન શરૂ થઈ રહ્યું છે. આ જનજાગૃતિ અભિયાન આગામી તા. ૧૪ એપ્રિલ સુધી ચાલશે. જેમાં ૧૦૦ ટકા માસ્ક અને વ્યક્તિગત સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવશે.
