ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ
Live TV
-
ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં એક સાથે તમામ બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તમિલનાડુમાં 37 જિલ્લાની કુલ 234 બેઠકો માટે એક સાથે મતદાન થઈ રહ્યું છે. આ તમામ બેઠકો માટે વિવિધ પક્ષ અને અપક્ષ મળીને કુલ 3998 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં 411 મહિલા ઉમેદવાર અને થર્ડ જેંડરના બે ઉમેદવાર છે. કેરલમાં 14 જિલ્લાની તમામ 140 બેઠકો ઉપર આજે મતદાન થઈ રહ્યું છે. કુલ 957 ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. પુડુચેરીમાં પણ 30 વિધાનસભા બેઠકો ઉપર 324 ઉમેદવાર મેદાનમાં છે અને તે માટે મતદાન થઈ રહ્યું છે.જ્યારે આસામમાં ત્રીજા અને અંતિમ તબક્કામાં 40 બેઠકો માટે અને પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કામાં ત્રણ જિલ્લાની 21 બેઠકો માટે મતદાનની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. કોવિડની મહામારીને લઈને તમામ રાજ્યોમાં મતદાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
