HM અને છત્તીસગઢના મુખ્યમંત્રીએ નક્સલી હુમલા અંગે બેઠક યોજી હતી
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે છતીસગઢ નક્સલી હુમલાને અનુલક્ષીને છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. ગૃહ મંત્રીએ શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પ્રેસ કોન્ફરસના માધ્યમથી શહીદોના પરિજનો અને દેશને ખાતરી આપી હતી કે, જવાનોના બલિદાન વ્યર્થ નહીં જાય. સાથે વધુમાં ગૃહ મંત્રીએ ઉમેર્યુ હતું કે, નક્સલવાદ સામેની લડાઈ વધુ મજબૂતાઇ, દ્રઢતાથી આગળ વધારાશે. અને વિજયમાં તબદિલ કરાશે. તો મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શહીદ જવાનોનાની શહાદતને બિરદાવતા કહ્યું હતું કે, સતત 4 કલાક ચાલેલી લડતમાં જવાનોએ હિંમતથી નકલસવાદીઓનો સામનો કરીને તેમના હિંસક મનસૂબાને નિષ્ફળ બનાવ્યો હતો.
