રાજસ્થાનમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા નવી SOP જાહેર
Live TV
-
રાજસ્થાનમાં નવી SOP જાહેર કરવામાં આવી છે જેના અનુસાર સિનેમા હોલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, મનોરંજન પાર્ક બંધ રાખવામાં આવશે.
રાજસ્થાનમાં કોરોનાનું સંક્રમણ વધતાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેને પગલે ગહલોત સરકારે નવી ગાઈડલાઇન જાહેર કરી છે. જેના અનુસાર સિનેમા હોલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, મનોરંજન પાર્ક બંધ રાખવામાં આવશે જ્યારે સ્વિમિંગ પુલ અને જિમ ખોલવાની મંજૂરી આપવામાં નથી આવી. સામાજિક, રાજકીય, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક જાહેર કાર્યક્રમોમાં સ્થળની ક્ષમતાની 50% ઉપસ્થિતિ અને ધાર્મિક સ્થળોમાં આ SOPનું પાલન કરવાનું રહેશે. જ્યારે રેસ્ટોરેન્ટમાં રાત્રિ કરફ્યૂનું પાલન ફરજિયાત કરવું પડશે, પરંતુ રેસ્ટોરેન્ટથી ટેક અવે અને ડિલિવરી ઉપર રાત્રિ કરફ્યૂ લાગુ નહીં પડે.
કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. જેના કારણે ભયનો માહોલ ફરી સર્જાઈ રહ્યો છે. કેસમાં સતત વધારો થવાના કારણે કેટલાક રાજ્યોની સરકાર નવા નિયમો જાહેર કરી રહી છે મહારાષ્ટ્ર સરકારે પણ વિકેન્ડ લોકડાઉન જાહેર કર્યું અને બીજી તરફ રાજસ્થાન સરકારે પણ કોરોનાનું સંક્રમણ અટકાવવા નવી SOP જાહેર કરી છે.
