મહારાષ્ટ્રમાં ગઈકાલે રેકોર્ડબ્રેક 57,054 કોરોનાના કેસ નોંધાયા
Live TV
-
છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 57 હજાર 054 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોના બેફામ ગતિએ વધી રહ્યો છે. રવિવારે અત્યાર સુધીના તમામ રેકોર્ડને તોડી નાખે એટલા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં 57 હજાર 054 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે 222 વ્યક્તિના આ મહામારીમાં મોત નિપજ્યાં છે. જ્યારે 27 હજાર 508 વ્યક્તિઓ સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા વધીને 30 લાખ 10 હજાર 597 થઈ ગઈ છે. જ્યારે રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 4 લાખ 30 હજાર 503 છે, જ્યારે કોરોનાથી મૃત્યુ પામનારાનો આંકડો 55 હજાર 878 થઈ ગયો છે. જ્યારે સ્વસ્થ થનારાની સંખ્યા 25 લાખ 22 હજાર 823 થઈ છે. કોરોના ફરી બેકાબુ બની રહ્યો છે. દિવસ જતાની સાથે પોઝિટિવ કેસના આંકડા પણ વધી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના ખુબ જ વકરી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં વિકેન્ડ લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાતના 8 થી સવારના 7 વાગ્યા સુધીનું કર્ફયુ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ સોમવાર થી શુક્રવાર જીવન જરૂરિયાતની વસ્તુઓ જ મળી શકશે.
