Skip to main content
Settings Settings for Dark

CORONA: દેશમાં આજ થી 14 એપ્રિલ સુધી વિશેષ અભિયાન ચાલવામાં આવશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અને રસીકરણ અભિયાન અંગે ગઇકાલે એક ઉચ્ચસ્તરીય સમિક્ષા બેઠક યોજી હતી. વડાપ્રધાને કહ્યું કે, કોરોના મહામારીને રોકવા માટે પાંચ સ્તરીય રણનીતિ ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ, કોવિડ યથોચિત વ્યવહાર અને રસીકરણને પ્રતિબદ્ધતા અને ગંભીરતાથી લાગુ કરવા જોઈએ. બેઠક દરમિયાન તેમણે જનતાની વચ્ચે કોવિડ-19ના પ્રબંધન અને જાગૃતતા અંગે નિર્દેશ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ કોવિડ-19ની સામેની કામગીરીમાં જનભાગીદારી અને જનઆંદોલનને ચાલુ રાખવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. કોવિડ વ્યવહાર માટે આવતીકાલથી 14 એપ્રિલ સુધી એક વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. તેમાં 100 ટકા માસ્ક પહેરવા, વ્યક્તિગત સ્વચ્છતા, જાહેર સ્થળોની સાથોસાથ કાર્યસ્થળ ઉપર સ્વાસ્થ્ય સુવિધાઓ અને સાફ સફાઈ ઉપર ભાર મૂકવામાં આવશે. પ્રધાનમંત્રીએ નિષેધ ક્ષેત્રોમાં ઉપાયોના પ્રભાવી અમલીકરણ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, દરેક રાજ્યોએ કોવિડ-19નો ફેલાવો રોકવા માટે કડક અને વ્યાપક પગલાં લેવાની જરૂરિયાત છે. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં જન સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને ડોક્ટરોની કેન્દ્રિય ટીમ મોકલવાનો નિર્દેશ કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply