Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી તેમના વિચારો વ્યક્ત કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આકાશવાણી પરથી પ્રસારિત થતા વિશેષ કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમનું આવતીકાલે સવારે 11 વાગે પ્રસારણ કરવામાં આવશે. મન કી બાત 2.0 ના આ 22માં ભાગમાં પ્રધાનમંત્રી વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો વ્યક્ત કરશે.
    સવારે 11 વાગ્યે મન કી બાત હિન્દીમાં રજૂ થયા બાદ આ કાર્યક્રમનું પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પણ પ્રસારણ કરવામાં આવશે. મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ રવિવારે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરવામાં આવશે. 
    આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરવામાં આવશે તેમજ DD ન્યૂઝ અને ન્યૂઝ ઓન એરની વેબસાઇટ પરથી પણ પ્રસારણ કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply