Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોના સામેની જંગ યથાવત; છેલ્લાં 24 કલાકમાં નોંધાયા 62 હજારથી વધુ કેસ

Live TV

X
  • વધતા જતા કેસોને ધ્યાને લઇ મહારાષ્ટ્ર સરકાર દ્વારા રવિવારથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત, તો બીજી તરફ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

    દેશભરમાં અત્યાર સુધીમાં આશરે પાંચ કરોડ 81 લાખ કરતાં પણ વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ દેશમાં ફરી એક વાર કોરોનાનું સંક્રમણ વધતું જય રહ્યું છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62 હજાર 258 જેટલા નવા કેસ નોંધાયા છે અને 30 હજાર 386 જેટલા દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પાછા ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 291 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં નિષ્ફળ રહ્યા છે. 
    દેશમાં કોરોનાનો રિકવરી રેટ હાલ 94.85 ટકાએ પહોંચ્યો છે. જ્યારે દેશમાં 3.80 ટકા કેસ હજુ પણ એક્ટિવ છે. બીજી તરફ 6 રાજ્યોમાં કોરોનાના કેસ સૌથી વધુ જોવા મળી રહ્યા છે. જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતનો સમાવેશ થાય છે.
    મહારાષ્ટ્રમાં સતત વધતા જતા કેસોને ધ્યાને લઇ મહારાષ્ટ્ર સરકાર દ્વારા રવિવારથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત પણ કરવામાં આવી છે. તો બીજી તરફ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે અને તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply