આસામનાં ગુવાહાટી સહિતના પૂર્વ ઉત્તર વિસ્તારમાં સવારે ભૂંકપનાં આંચકા અનુભવાયા
Live TV
-
આસામનાં ગુવાહાટી સહિતના પૂર્વ ઉત્તર વિસ્તારમાં વહેલી સવારે ભૂંકપમાં આંચકા અનુભવાયા છે. 7 વાગીને 55 મીનીટે આવેલા ભૂકંપનાં આચકાની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 6.4ની બતાવવામા આવી રહી છે. અને ભૂકંપનો કેન્દ્ર બિંદુ આસામનો સોનીતપુર બતાવવામાં આવી રહ્યો છે. આંચકા ધણી મીનીટો સુધી અનુભવવામાં આવ્યો છે. અને લોકો પોતાના ઘરની બહાર નિકળી આવ્યા છે. આ અંગે, સોનિતપુરનાં ડિસ્ટ્રીક્ટ કલેક્ટર માનવેન્દ્ર પ્રતાપ સીંગે જણાવ્યુ કે, હાલ કોઈ મોટુ નુકસાન સામે નથી આવ્યુ. તેજપુર યુનિવર્સીટીમાં કાચ તુટવાનાં સમાચાર મળયા છે. અને અમુક દિવાલોમાં નુકસાન થવાની માહિતી મળી છે. જાનમાલનો કોઈ નુકસાન થયુ નથી. અમે તમામ જગ્યાઓએ માહિતી મેળવી રહ્યા છે. કોઈ નુકસાન હશે તો ઝડપથી રિપોર્ટ કરવામાં આવશે. ગુવાહાટીમાં હોટેલમાં સામાન્ય નુકસાનની અહેવાલ મળ્યા છે. અત્યાર સુધીમાં કોઈ મોટુ નુકસાન થયુ હોય તેવુ સામે નથી આવ્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભૂંકપ અંગે આસામના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરીને રાજ્યને જરૂરી તમામ મદદ કેન્દ્ર સરકાર કરશે તેવી ખાતરી આપી છે.
