દિલ્હી સરકારે બેંગકોકથી 18 ઓક્સિજન ટેન્કર તેમજ ફ્રાન્સ પાસેથી રેડી ટુ યુઝ ઓક્સિજન પ્લાન્ટ મંગાવ્યા
Live TV
-
દેશભરમાં અનેક વિસ્તારોમાં ઓક્સિજનની માગને પુરી કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. વિદેશથી વાયુસેનાનાં વિમાનોથી લઈને ઓક્સિજન એક્સપ્રેસ દેશનાં એક ખૂણામાંથી બીજા ખૂણામાં દોડાવવામા આવી રહી છે. વાયુસેનાના કાર્ગો વિમાન સી-17 ગ્લોબ માસ્ટર મારફતે સોમવારે દુબઈથી 6 વિશેષ ઓક્સિજન ટેન્કર બંગાળનાં પાનાધર સ્થિત એરબેઝ પર પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાનાં વધુ એક સી-17 વિમાન બેંગકોકથી 4 ખાલી કન્ટેનરને લઈને મંગળવારે સવારે પાલાધર પહોંચ્યા હતા. ત્યાં જ એર ઈન્ડિયા સપ્તાહનાં અંત સુધીમાં વિશ્વમાંથી 10 હજાર 636 ઓક્સિજન કંસટ્રેટર્સ દેશમાં લઈને આવશે. સુપ્રિમ કોર્ટે વેદાંતાને બે ઓક્સિજન પ્લાન્ટ શરુ કરવા મંજુરી આપી દીધી છે. રાયગઢથી 16 ટનના ચાર ટેન્કર મંગળવારે દિલ્હી કેન્ટ સ્ટેશન પહોચ્યા હતાં. રેલવે મંત્રી, પિયુષ ગોયેલે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં ઓક્સિજન પુરો પાડવા માટે બોકારૂથી લખનૌ માટે રવાના ઓક્સિજન એક્સપ્રેસે વારાણસીમાં પણ ઓક્સિજન પુરો પાડ્યો હતો. તેમણે કહ્યું કે, યુ.પીમાં ઓકસીજન પુરો પાડવા માટે લખનૌથી ચોથી ઓકસીજન એક્સપ્રેસ બોકારૂ માટે રવાના થઇ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ હતુ કે, દિલ્હી સરકારે બેંગકોકથી 18 ઓક્સિજન ટેન્કર તેમજ ફ્રાન્સ પાસેથી રેડી ટુ યુઝ ઓક્સિજન પ્લાન્ટ મંગાવ્યા છે.
