કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં 80 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી
Live TV
-
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે 4 વાગ્યા થી સાત વાગ્યા સુધી પ્રથમ ત્રણ કલાકમાં 80 લાખથી વધુ લોકોએ પોર્ટલ ઉપર નોંધણી કરાવી.
સરકારે જણાવ્યું છે કે, કોરોનાના ત્રીજા તબક્કાના રસીકરણ માટે 80 લાખથી વધુ લોકોએ નોંધણી કરાવી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે 4 વાગ્યા થી સાત વાગ્યા સુધી પ્રથમ ત્રણ કલાકમાં 80 લાખથી વધુ લોકોએ પોર્ટલ ઉપર નોંધણી કરાવી. તેમણે કહ્યું કે, કોવિડ ડિજીટલ સર્વર ક્રેસ થવા સબંધી કેટલાક મિડીયાની ખબર પાયાવગરની છે. મંત્રાલયે કહ્યું કે, પ્રથમ ત્રણ કલાકમાં 38 કરોડ 30 લાખ એપ્લીકેશન પ્રોગ્રામ ઇન્ટરફેશ હીટ આવ્યાં અને એક કરોડ 45 લાખ એસ.એમ.એસ સફળતા પૂર્વક મોકલાયા હતાં. મંત્રાલયે કહ્યું કે, આ આકડા એ વાતનો સંકેત છે કે નોંધણી પ્રણાલી એ વાતનું પ્રમાણ છે કે નોંધણી કોઇપણ અડચણ વગર થઇ રહી છે. અને તેમા કોઇ ગડબડ નથી. તે પ્રતિ સેકન્ડ 55 હજાર હીટ નોંધી રહી છે. અને સંપૂર્ણ કાર્યરત છે. મંત્રાલયે કહ્યું કે, કોવિડ સોફ્ટવેર ગતીશીલ અને વિશ્વસનીય પ્રોદ્યોગીકી છે. જેના ઉપર ક્યાંય થી પણ નોંધણી કરી શકાય છે. 18 વર્ષથી ઉપરનાની કોવિડ રસી માટેની નોંધણી ગઇ કાલથી ચાલુ થઇ ગઈ છે તેવા લોકોને 1મે થી રસી આપવાનું ચાલુ થશે.
