આસામમાં પૂરનો કહેર
Live TV
-
આસામના 21 જિલ્લાઓમાં આવેલા પૂરના કારણે આશરે નવ લાખ લોકોને અસર થઈ છે. સતત વરસાદના કારણે તમામ નદીઓમાં પૂર આવ્યા છે.
ઉત્તર - પૂર્વના રાજ્યોમાં વરસાદનું જોર સતત વધી રહ્યું છે. આસામમાં પરિસ્થિતિ સુધારવાને બદલે વધુ વણસી રહી છે. અમુક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાના તાજા સમાચાર પણ મળ્યા છે. આસામના 21 જિલ્લાઓમાં આવેલા પૂરના કારણે આશરે નવ લાખ લોકોને અસર થઈ છે. સતત વરસાદના કારણે તમામ નદીઓમાં પૂર આવ્યા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તથા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ તાબડતોળ મદદે પહોંચ્યા છે. સમગ્ર રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા રસ્તાઓ તૂટી ગયા છે. મુખ્યમંત્રીSarbanand Sonowal એ પૂરની પરિસ્થિતિ સામે તાત્કાલિક પગલાં લેવા માટે ડેપ્યૂટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પૂરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તમામ વિસ્તારોમાં મેડિકલ ટીમ તૈનાત કરવા માટે સૂચના આપી છે. બીજી તરફ બિહારમાં , છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે. મુખ્યમંત્રી નિતીશકુમારે રાજ્યમાં , પૂર તથા વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ સુધી શાળા - કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન પડોશી દેશ નેપાળમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વરસાદને લીધે નેપાળમાં અત્યાર સુધીમાં 17થી વધુ લોકોના મોત થયા છે.
