આસામમાં NRC મુદ્દે રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો, ભાજપની અભિગમ સ્પષ્ટ કરવાની સલાહ
Live TV
-
આસામમાં કાયદેસર અને ગેરકાયદેસર નાગરિકોની ઓળખ માટે ચાલી રહેલ રાષ્ટ્રીય નાગરિકતા ઓળખ નોંધણી પ્રક્રિયાને લઈને રાજકીય નિવેદનબાજી શરૂ થઈ છે.
NRCને લઈને બેવડા માપદંડ અપનાવવા પર કોંગ્રેસ ખુદ સવાલોથી ઘેરાયેલું છે. ભાજપા અધ્યક્ષ બાદ સરકારે તમામ દળોને ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે પોતાનો અભિગમ સ્પષ્ટ કરવા કહ્યું છે. કેન્દ્રિય સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહ્યું કે, આ મુદ્દે તપાસનો મત સામે આવવો જોઈએ. અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે સંવેદનશીલ મુદ્દે રાજનીતિ કરવા બદલ ગઈકાલે વિપક્ષને આડેહાથ લેતા કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને મત બેન્કની રાજનીતિથી ઉપર રાખવો જોઈએ.
