પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક
Live TV
-
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠક
પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકના નિર્ણયો અંગે જણાવતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સરકાર અનુસૂચિત જાતિ જનજાતિના વિકાસના હિતમાં બિલ લાવવા માટે પ્રતિબદ્ધ છે જોકે સંસદીય પરંપરાનું પાલન કરતા સત્ર ચાલુ હોઇ વધુ વિગતો જણાવી શકશે નહીં. ગોરખપુર સિંદરી તથા બરૌલીમાં ખાતરના બંધ થઈ ગયેલા કારખાનાં ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ કારખાના શરૂ કરવા માટે રૂપિયા 422.28 કરોડના ભંડોળની પણ જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટમાં દેશમાં 13 નવા કેન્દ્રીય વિદ્યાલય ખોલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. નાણામંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે એલઆઇસી દ્વારા IDBIબેંકનો કેટલોક હિસ્સો ખરીદશે તે નિર્ણને પણ કેબિનેટે મંજૂરી આપી હતી.
