ઇરાને અમેરિકી એયરબેઝ પર કર્યો હુમલો, બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી
Live TV
-
નવ ઇરાની મિસાઇલોએ ઇરાકના આઇન-અલ-અસદ અને ઇરબિલ એરબેઝ પર કર્યો હુમલો. પેન્ટાગોન નુકસાનીની માહિતી એકત્રિત કરવામાં લાગ્યુ
ઇરાની મિસાઇલોએ ઇરાકમાં રહેલા અમેરિકાની સૈનાના ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા. એક ડઝન કરતાં વધારે ઇરાની મિસાઇલો દ્વારા હુમલો કરવામાં આવ્યો. ઇરાકના આઇન-અલ-અસદ અને ઇરબિલ એયરબેસ પર હુમલાઓ કરવામાં આવ્યા. આ ઠેકાણાઓ પર અમેરિકી સેના અને ગઠબંધનની સેનાઓ તૈનાત હતી. ઇરાકમાં ઇરાન સમર્થનકર્તાઓએ અમેરિકાના ડ્રોન હુમલાના જવાબમાં બદલાની કાર્યવાહી માટે જણાવ્યું હતું.
આ દરમિયાન પેન્ટાગોનએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ હુમલાથી થયેલ નુકસાનની માહિતી મેળવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, આ સમય ઇરાકમાંથી સૈન્ય પાછું બોલાવવાનો નથી. ટ્રમ્પે સુલેમાનીની હત્યાને યોગ્ય ઠરાવ્યું અને જણાવ્યું કે, તે ઇરાક પર હુમલાનો જવાબદાર હતો. ટ્રમ્પે કહ્યું કે, ઇરાનની વિરૂધ્ધ બદલાની કાર્યવાહીની જરૂર પડી તો અમેરિકા યુધ્ધના આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરશે.
