Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી

Live TV

X
  • ઉદ્યોગપતિઓને નડતી સમસ્યાનો જલદીથી ઉકેલ લાવવા ખાતરી આપી

    મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાણીતા ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. જેમાં ઉદ્યોગપતિઓની સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે કોઇ પણ ઉદ્યોગપતિને પરેશાન નહીં થવા દઇએ. મહારાષ્ટ્રમાં રોકાણ કરવા અન્ય રાજ્યના ઉદ્યોગપતિઓને પણ આમંત્રણ આપવામાં આવશે. બેઠકમાં  મુકેશ અંબાણી, રતન ટાટા, ઉદય કોટક, આનંદ મહિન્દ્રા, આદી ગોદરેજ, હર્ષ ગોયંકા સહિતના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ સમયે ઉદય કોટકે કહ્યું કે,  ભારતીય જીડીપીમાં મહારાષ્ટ્રનું યોગદાન સૌથી વધુ છે. તો બેઠક બાદ સીએમના સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરતા ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ ટ્વિટ કરી લખ્યું, કે ઉદ્ધવ ઠાકરેએ આનંદ મહિન્દ્રા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, તમે કાર બનાવો છો અને અમે સરકાર બનાવીએ છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply