મંત્રી પ્રકાશ જાવડેકરે આજે પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન પુરસ્કાર પ્રદાન કર્યાં
Live TV
-
સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આજે પહેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન પુરસ્કાર પ્રદાન કર્યાં.
સમગ્ર દેશમાં યોગ પ્રત્યે જાગરૂકતા ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર મીડિયા હાઉસને સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ અવસરે સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગનું મહત્વ ન માત્ર દેશ પરંતુ વિશ્વને સમજાવ્યું છે. યોગના ફાયદાને જોતા યોગ પદ્ધતિનો અનેક દેશોએ સ્વીકાર કર્યો છે. 29 મીડિયા હાઉસની સાથે ડીડી ન્યુઝને પણ સન્માન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
