Skip to main content
Settings Settings for Dark

ઇસરોએ સંચાર ઉપગ્રહ જીસેટ -30ને યુરોપિયન સ્પેસ એજન્સીથી સફળતાપૂર્વક લોન્ચ કર્યો

Live TV

X
  • જીસેટ -30 ઉપગ્રહ ભારતીય સમય મુજબ બે વાગીને પાંત્રીસ મિનિટે દક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ તટ પર જીટુના એશિયન પ્રક્ષેપણ તટ ઉપરથી પ્રક્ષેપીત થયો હતો

    ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંસ્થાનો સંચાર ઉપગ્રહ જી સેટ-30ને એશિયન -5 પ્રક્ષેપણ યાન દ્વારા સફળતાપૂર્વક જીઓ સીન્ક્રોની ઓરબીટ માં પ્રક્ષેપીત કરાયો હતો. જીસેટ -30 ઉપગ્રહ ભારતીય સમય મુજબ બે વાગીને પાંત્રીસ મિનિટે દક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ તટ પર જીટુના એશિયન પ્રક્ષેપણ તટ ઉપરથી પ્રક્ષેપીત થયો હતો. જી સેટ-30 સંચાર ઉપગ્રહ ઇન્સેટ 4 ઉપગ્રહનું સ્થાન લેશે જે વર્ષ 2005 માં લોન્ચ કરાયો હતો. આ ભારતની ટેલી કોમ્યુનિકેશન સેવાને સુદ્રઢ બનાવવામાં મદદ કરશે. 3357 કિલોગ્રામ વજન વાળો આ ઉપગ્રહ કેયુ બેન્ડમાં ભારતીય મુખ્ય ભૂમિ ,સી-બેન્ડમાં ખાડી દેશો મોટી સંખ્યામાં એશિયાઇ દેશો અને ઓસ્ટ્રેલિયાને કવરેજ આપશે. ઇસરો અનુસાર 30 વર્ષનું મિશન ધરાવતો જી સેટ ઉપગ્રહ DTH ટેલિવિઝન અપ લીંકીંગ વીસેટ સેવા માટે ક્રિયાશીલ સંચાર ઉપગ્રહ છે. ઇસરોએ કહ્યું છે કે જી સેટ-30ના સંચારમાં મોટાભાગે ટ્રાન્સપોર્ટર લગાવવા માટે તૈયાર કરાયો છે. તેમનો ઉપયોગ વ્યાપકરૂપે વી-સેટ નેટવર્ક, ટેલિવિઝન અપલીંકીંગ અને ટેલિફોન સેવામાં કરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply