ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, દેશને પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ
Live TV
-
પ્રધાનમંત્રીએ દેશભરમાં કારોબારી સાથે વાતચીત કરી હતી
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ભારતે મોટી છલાંગ લગાવી છે, તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારોબારી જગત અને સામાન્ય લોકો સામે મોટી ચેલેન્જ રાખી છે. તેમણે દેશમાં સર્વિસ ડિલીવરી સુધારવા, પારદર્શીતા વધારવા, કારોબાર શરૂ કરવા અને ચલાવવાનું કાર્ય વ્યાજબી બનાવવામાં તકનીક દ્વારા માનવીય હસ્તક્ષેપ ઘટાડવા સુચનો આપવા લોકોની સામે પડકાર રાખવામાં આવ્યો છે. આ અંગે પ્રધાનમંત્રીએ દેશભરમાં કારોબારી સાથે વાતચીત કરી હતી. દુનિયાની તમામ રેટીંગ એજન્સીઓએ ગત ચાર વર્ષમાં ભારતમાં થઈ રહેલા મોટા સુધારાના વખાણ કર્યા છે તેમજ ભારતની અર્થવ્યવસ્થાને દુનિયા માટે આશાસ્પદ ગણાવ્યું છે. તેવામાં પ્રધાનમંત્રીએ કારોબારીઓ સામે દેશને પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ રાખ્યું છે.પ્રધાનમંત્રીએ પાયાના બદલાવોને યોગ્ય રીતે લાગુ કરવા અને વાસ્તવિકતામાં બદલવા યોગ્ય નીતિ ઉપર કામ કરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, આ નીતિ ન્યુ ઈન્ડિયાના ઉદ્યમીઓ માટે નવા વિઝન પ્રમાણે થશે
