મહારાષ્ટ્રના વર્ધામાં સેનાના હથિયાર ડેપોમાં બ્લાસ્ટ, 4ના મોત
Live TV
-
ઘટના બાદ પોલીસે શરૂ કરી તપાસ
મહારાષ્ટ્રના વર્ધામાં સેનાના હથિયાર ડેપોમાં બ્લાસ્ટ થતાં 4 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે.વર્ધાના સોનેગાંવ અંબાજીમાં સેનાનો આ હથિયાર ડેપો આવેલો છે.ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આપને જણાવી દઈએ કે સેન્ટ્રલ એમ્યુનિશન ડેપો સૈન્ય ક્ષેત્ર છે અને હથિયાર ડેપોમાં તેને સૌથી મોટો માનવામાં આવે છે.હાલ આ ઘટનાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
