ઈટલીથી ભારત આવેલા 16 પ્રવાસીઓમાં પ્રાથમિક તપાસમાં કોરોના પોઝિટીવ
Live TV
-
ઈટલીથી ભારત આવેલા 21 લોકોના ગ્રુપમાંથી 16 લોકોને પ્રાથમિક તપાસમાં કોરોના પોઝિટીવ આવ્યો હોવાની વાતને સમર્થન મળ્યું છે..કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે ઈટલીથી ભારત આવેલા 21 પ્રવાસીઓના ગ્રુપમાંથી 16 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે...
ભારત આવવા પર આ લોકોને ITBPના સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા..ઈટલીથી ભારત આવવા પર આ તમામ લોકોને અલગ રાખવામાં આવ્યા હતા...AIIMSમાં આ પ્રવાસીઓના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી...આ તમામને મંગળવારની બપોરથી ITBP કેમ્પમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે...
