નિર્ભયા કેસઃ આરોપી પવન ગુપ્તાની દયાની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી
Live TV
-
દેશના ચર્ચિત નિર્ભયા કેસના ચારેય આરોપીઓને ફાંસી ક્યારે મળશે તેની દેશ રાહ જોઈ રહ્યો છે, ત્યારે આજે આરોપી પવન ગુપ્તાની દયાની અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, તેની પહેલા સુપ્રિમ કોર્ટે વર્ષ-2012ના નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી પવનકુમાર ગુપ્તાએ કરેલી ક્યુરેટીવ અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશ એન.વી રામન્નાના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બનેલી પીઠે અરજી ફગાવતા કહ્યું હતું કે, સંબધિત અરજીની ફેર વિચારણાથી આરોપીને અપાયેલી સજામાં ફેરફાર નહીં થાય.
પવને પોતાની અરજીમાં કોર્ટ પાસે પોતાની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલવાની માગણી કરી હતી. પવન ગુપ્તાની પહેલા બાકીના ત્રણ આરોપીઓ મુકેશ, વિનય અને અક્ષયની ક્યુરેટિવ પીટિશન પણ કોર્ટે ખારિજ કરી છે.
