Skip to main content
Settings Settings for Dark

કોરોના અસરઃ PM મોદી અને ગૃહમંત્રી હોળી મિલનમાં નહીં થાય સામેલ

Live TV

X
  • પ્રધાનમંત્રીએ કહ્યું - દુનિયાભરના વિશેષજ્ઞોએ એકસાથે ભેગા ન થવાની આપી સલાહ - ચીનમાં કોરોનાના નવા કેસમાં આવ્યો ઘટાડો

    વિશ્વભરની સાથે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ નોંધાયા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ આ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખી એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ ફેલાયો છે, જેમાં સમુહમાં ભેગા ન થવા માટે નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવે છે. 

    એવામાં પ્રધાનમંત્રીએ આ વર્ષે હોળી મિલન સમારોહમાં ભાગ લેવાનું મોકુફ રાખ્યા હોવાનું ટ્વિટ કરી જણાવ્યું હતું. પીએમ મોદીએ ટ્વિટ દ્વારા જણાવ્યું છે કે, આ વર્ષે તેઓ હોળી મિલન સમારોહમાં હાજરી આપશે નહીં.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને માહિતી આપી છે કે, તેઓ પણ આ હોળી મિલન સમારોહમાં સામેલ નહીં થાય. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, હોળી મહત્વપૂર્ણ તહેવાર છે, પરંતુ કોરોના વાયરસને લઈને તેઓ કોઈ હોળી મિલન સમારોહમાં સામેલ થશે નહીં. હું લોકોને પણ અપીલ કરું છું કે, એવી જગ્યા પર જવાનું ટાળવું જ્યાં વધુ લોકો ભેગા થયા હોય. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply