ઈટલીના મિલાનથી ઊડાન ભરેલું 218 ભારતીય નાગરિકોનું વિમાન દિલ્હી પહોંચ્યુ
Live TV
-
દૂતાવાસે જણાવ્યું કે, તે ઉત્તરીય ઇટાલીમાં ભારતીય લોકોની મદદ કરવાનું ચાલુ રાખશે
ઈટલીના મિલાનથી ઊડાન ભરેલું 218 ભારતીય નાગરિકોનું વિમાન દિલ્હી પહોંચી ગયુ છે. વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને જણાવ્યુ કે આ બધા જ યાત્રીઓને આગામી 14 દિવસ સુધી આઈસોલેશનમાં રાખવામાં આવશે. આ તમામ નાગરિકોને દિલ્હીના છાવલા શિબિર સ્થિત આઈટીબીપીના પૃથક સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને ત્યાં નિરીક્ષણ કરવામાં આવશે.
