Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસને કારણે દર્દીનું મોત થવા પર સરકાર પરિવારને કરશે 4 લાખની સહાય

Live TV

X
  • અસરગ્રસ્ત દર્દીની સારવાર માટે હોસ્પિટલ દ્વારા ખર્ચ કરવામાં આવતી રકમ સંબંધિત રાજ્ય દ્વારા નિર્ધારિત દર મુજબ રહેશે.

    કોરોના વાયરસ અંગે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે, કોરોના વાયરસએ દેશ માટે આપત્તિ સમાન છે. જો કે આ પહેલા જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોરોના વાયરસને મહામારી જાહેર કરી ચુક્યું છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે, કોરોના વાયરસના કારણે કોઈ દર્દીનું મૃત્યુ થશે તો, તેના પરિવારને રૂપિયા ચાર લાખની સહાય આપવામાં આવશે. ઉપરાંત રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા લોકોને પણ જો કોરોનો વાયરસથી મોત થશે તો તેના પરિવારના સભ્યો પણ સહાયના પાત્ર બનશે. અસરગ્રસ્ત દર્દીની સારવાર માટે હોસ્પિટલ દ્વારા ખર્ચ કરવામાં આવતી રકમ સંબંધિત રાજ્ય દ્વારા નિર્ધારિત દર મુજબ રહેશે. કોરોના વાયરસની સારવાર માટે જરૂરી તબીબી ઉપકરણોનો ખર્ચ રાજ્ય આપત્તિ રાહત ભંડોળમાંથી આપવામાં આવશે. જો હાલ દેશની પરિસ્થિતિ પર નજર કરવામાં આવે તો, કોરોના વાયરસના 80 થી વધુ કેસો સામે આવ્યાં છે. જેમાં દિલ્હી અને કર્ણાટકમાં આ રોગના કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થયાં છે.બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાર્ક દેશોએ વિડિયો કોન્ફરન્સીંગથી ચર્ચા કરવા માટે સૂચન કર્યુ હતું. આ સૂચનને સ્વીકારી લેવાયું છે. તેમજ આજે સાંજે પાંચ વાગે સાર્ક દેશો વચ્ચે વિડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા યોજાશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply